“મહા જનો યેન ગત: સ પંથા:” એ મુખ્ય વિચાર સાથે આપણે આજે છાવણીનો લાભ પ્રાપ્ત કર્યો. ગુરુનો રાજીપો પ્રાપ્ત કેવી રીતે કરી શકાય? – એ સદ્‌. પૂ. કોઠારીસ્વામીના જીવન દ્રારા આપણને જાણવા મળ્યું. આવા મહાન પુરુષોના જીવનમાંથી પ્રેરણા લઇને આપણે પણ આપણા જીવનને સાર્થક કરી શકીએ એ જ આ છાવણીનો સાચો લાભ ગણાય!

ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને રાજી કરવા માટે આપણે તેમની જન્મશતાબ્દીના ઉદ્‌ઘોષ વખતે યોગયજ્ઞના નિયમો લીધા હતા. શતાબ્દી મહોત્સવની ઉજવણી પર્યંત પાળવાની પ્રતિબદ્ઘતા સાથે આ નિયમો આપણે સૌ ઉત્સાહભેર પાલન કરી રહ્યા છીએ. પરંતુ કદાચ કોઇ કારણોસર તેમાં ઢીલ પડી ગઇ હોય તો તેની પુન: દ્રઢતા કરી શકીએ તે હેતુથી અહિંયા એ જ નિયમગ્રહણ ફોર્મ આપવામાં આવ્યું છે. જે નીચે આપેલ લીંક ઉપરથી જોઇ શકાશે. આ ફોર્મ ફક્ત આપના સંદર્ભ માટે છે. જે નિયમો પૂર્વે ગ્રહણ કર્યા હતા તે જ નિયમોની પુન: દ્રઢતા કરી ગુરુહરિને રાજીપો લઇ શકીએ એ પ્રાર્થના…

   

Gujarati: Click Here

English: Click Here